Petrol-Dieselના ભાવને લઈને મોટી ખબર
પેટ્રોલ-ડીઝલ ના ભાવ ઘટાડવા કેન્દ્ર સરકારે શરુ કર્યું મોટું કામ
સરકારે નાણા મંત્રાલય સાથે સતત વિચારણા શરુ કરી
આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં ઘટાડો આવી શકે
દેશમાં આસમાને આંબી રહેલા Petrol અને Dieselના ભાવની નીચે લાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી હોવાનું જાણવા મળ્યું છે.
આગામી દિવસોમાં લોકોને રાહત મળે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્નેએ ભાવઘટાડો કરવો જોઈએ.
પેટ્રોલીયમ મિનિસ્ટ્રીએ ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી
સરકારી સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલીયમ મિનિસ્ટ્રી ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી રહી છે. સરકાર સાઉદી અરબથી માંડીને રશિયાનો સંપર્ક સાધી રહી છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ મહિના સુધી ગ્લોબલ ઓઈલના ભાવ બેરલ દીઠ 70 ડોલરર રહેવા જોઈએ.
Petrol અને Dieselને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઈ પ્લાન નથી
જોકે Petrol અને Dieselને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઈ પ્લાન નથી પરંતુ આગામી સમયમાં ગમે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે.
સરકાર 5 થી 10 રુપિયાની રાહત આપે તેવી સંભાવના
સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર Petrol અને Dieselના ભાવમાં 5 થી 10 રુપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે.
We are a country of dead people. Nowhere else would people have tolerated the daily and unjustified rise in petrol, diesel and lpg prices. If the govt collected Rs 75,000 cr in taxes in 2014, it is today collecting 3.50 lakh cr. Isn't it daylight robbery?
— Yashwant Sinha (@YashwantSinha) October 17, 2021
તો Petrol રૂ.66 માં અને Diesel રૂ.55 ની કિંમતે મળી શકે
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ સરકારની ખોલી પોલ
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ ટ્વિટ કરીને કેટલાક આંકડા આપ્યાં હતા જેમાં તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ટેક્સને નામે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.