અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા ક્રિકેટરની માતા દ્વારા મીડિયા સમક્ષ પોતાનો પુત્ર Drugsના રવાડે ચડી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તે કારણોસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રેસકોર્સ રોડ પર આવેલી એક હોટલમાંથી આ ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને Drugs લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
તે દરમીયાન તે કોલ્ડ ડ્રિક્સની આડમાં નશાનો વેપલો કરતો વેપારી પણ ઝડપાઈ ગયો હતો.
જ્યારે આ અંતર્ગત ક્રિકેટરની માતા દ્વારા Drugsના કાળા કારોબારને લઇને પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ક્રિકેટર વર્ષ 2015-16થી Drugs લેતો હોવાનું પણ સામે આવ્યું છે. તે પૂર્વ પત્નીની ચઢામણીથી Drugsના રવાડે ચડી ગયો હતો. Drugsના નશામાં માતા સાથે અવારનવાર તે ઝઘડો પણ કરતો હતો.
ત્યારબાદ રાજકોટ પોલીસે Drugs મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડ્રગ્સ મામલે DCP મનોહરસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, SOG પોલીસે ડ્રગ્સ પેડલર મયુર ખત્રી અને સોયબ યુનુસ મામટીની ધરપકડ કરી લીધી છે. આરોપી મયુર ખત્રી પાસેથી કેથીનોના સમરૂપકો નામનું ડ્રગ્સ 0.45 ગ્રામ ઝડપાયું છે.
તેની સાથે વધુમાં જણાવતા તેમણે જણાવ્યું છે કે, પીડિત મહિલા અલકાબેને અરજીમાં જે નામ લખ્યા હતા તે પૈકી મયુર ખત્રી હતો. મયુર ખત્રી Drugs બહાર થી લઈને વેંચતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી પાસે થી ફોર્ચ્યુનર કાર સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે FSLમાં મોકલેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો છે. FSL દ્વારા કેથીનોન સમરૂપકો Drugs હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસે NDPS ના 73 કેસ કર્યા છે.
રાજકોટમાં SOG દ્વારા ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને શખ્સો પાસે જૂનાગઢની ફોર્ચ્યુન કાર સામે આવી છે. ડ્રગ્સ પેડલર મયુર ખત્રી અને સોયબ યુનુસ મામટી પાસે આ કાર ક્યાંથી આવી તે તપાસનો વિષય છે. આ કાર જૂનાગઢના રાજકીય અગ્રણીની હોવાની ચર્ચા છે. SOGએ ગાંધીગ્રામ તપાસ સોંપતા હવે ફોર્ચ્યુન કારની તપાસ થાય તેવા સંકેત આપી રહ્યા છે.
Taarak Mehta Ka Ooltah Chashmah સિરિયલના એક્ટ્રેસ બબીતાજી સામે વધુ એક પોલીસ ફરિયાદ થઈ
પોલીસે આરોપી પાસેથી ફોર્ચ્યુનર કાર સહિત 25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે FSLમાં મોકલેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો છે. FSL દ્વારા કેથીનોન સમરૂપકો Drugs હોવાનો રિપોર્ટ આવ્યો છે.