ફરી Corona એ વધારી ચિંતા
બ્રિટનમાં Corona વાયરસના ડેલ્ટા વેરિએન્ટે મચાવ્યો તરખાટ
15 હજારથી વધુ કેસ મળી આવ્યા છે
અત્યાર સુધી ડેલ્ટા AY.4.2 મ્યૂટેશનનું માત્ર મોનિટરિંગ અને મૂલ્યાંકન કરવામાં આવતું હતું પરંતુ તેના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તેને વેરિઅન્ટ અન્ડર ઇન્વેસ્ટિગેશન (VUI) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
નિષ્ણાતોએ આપી ચોખ્ખી ચેતવણી
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ અમને કહે છે કે મહામારી હજી સમાપ્ત થયો નથી.
AY.4.2 ને ‘ડેલ્ટા પ્લસ’ કહેવામાં આવે છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) દ્વારા હવે તેને VUI-21OCT-01 નામ આપવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી તેની તપાસ ચાલી રહી છે. કારણ કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યારે તેના પર માત્ર તપાસ ચાલી રહી હોવાથી, તે ગંભીર બીમારીનું કારણ બને છે કે નહીં તે જાણી શકાયું નથી. આ સાથે, સ્પષ્ટપણે કશું કહી શકાય નહીં કે તે રસી ઓછી અસરકારક બનાવશે. યુકેએચએસએ જણાવે છે કે, ‘ડેલ્ટા વેરિએન્ટનું મ્યૂટેશનને ડેલ્ટા AY.4.2 તરીકે ઓળખાય છે, જે યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી દ્વારા 20 ઓક્ટોબર 2021 ના રોજ વેરિઅન્ટ અન્ડર ઇન્વેસ્ટિગેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું અને તેનું સત્તાવાર નામ VUI-21OCT-01 છે.’
ઝડપથી ફેલાઈ રહ્યું છે AY.4.2નું સંક્રમણ
આ દર્શાવે છે કે યુકેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આ વેરિઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. ઉપરાંત, પ્રારંભિક પુરાવા સૂચવે છે કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે. આ વાયરસના વર્તનમાં ફેરફારને કારણે છે કે રોગચાળાની પરિસ્થિતિ (બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટ) ને કારણે છે તે જાણવા માટે વધુ પુરાવાની જરૂર છે. સત્તાવાર માહિતી અનુસાર, મૂળ ડેલ્ટા વેરિઅન્ટનો કેસ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો. બાદમાં તેને બ્રિટન દ્વારા વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VOC) તરીકે જાહેર કરવામાં આવ્યું.
15 હજારથી વધુ કેસ મળી આવ્યા છે
ડેલ્ટા વેરિઅન્ટે યુકેમાં તબાહી મચાવી છે. જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું કે જુલાઈથી 20 ઓક્ટોબર દરમિયાન ઇંગ્લેન્ડમાં VUI-21OCT-01 ના કુલ 15,120 કેસ નોંધાયા છે. તેનો પ્રથમ કેસ જુલાઈ મહિનામાં નોંધાયો હતો (યુકે Coronaવાયરસ કેસો). ગયા સપ્તાહ સુધી, ડેલ્ટા વેરિઅન્ટના કુલ કેસોમાંથી 6 ટકા VUI-21OCT-01 સંબંધિત હતા. ઈંગ્લેન્ડના તમામ નવ પ્રદેશોમાં જીનોમ સિક્વન્સિંગ પછી આની પુષ્ટિ થઈ છે. હવે આ નવા મ્યુટન્ટની તપાસ કરીને તેની સાથે સંકળાયેલા જોખમો વિશે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
આ તરફ શનિવારે રશિયામાં Corona વાયરસથી 1,075 લોકો મૃત્યુ પામ્યા
ચીન અને રશિયામાં Corona નું સંક્રમણ પુનઃ ફેલાવા લાગ્યો છે. મહત્વનું છે કેસ શનિવારે ચીનમાં કોરોનાવાયરસના કુલ 38 નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ રશિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 37,678 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવારે રશિયામાં વાયરસથી 1,075 લોકો મૃત્યુ પામ્યા હતા, જે રોગચાળા દરમિયાન એક દિવસની સૌથી વધુ સંખ્યા છે.
ચીનમાં કોરોનાના કેસો વધતાં હોટલમાં બુકિંગ પર પ્રતિબંધ પગલા મુકાયા
ચીનની રાજધાની બેઇજિંગમાં શનિવારે Coronaના કુલ નવ કેસ નોંધાયા હતા, જેને જોતા અધિકારીઓએ તપાસ વધારવા અને હોટલમાં બુકિંગ પર પ્રતિબંધ મૂકવા જેવા પગલાં લીધા છે. બેઇજિંગમાં સંક્રમિત મળી આવેલા પાંચ લોકોએ 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન આંતરિક મંગોલિયા સ્વાયત્ત પ્રદેશ, નિંગક્સિયા હુઇ સ્વાયત્ત પ્રદેશ અને શાંક્સી પ્રાંતની મુસાફરી કરી હતી અને 16 ઓક્ટોબરે બેઇજિંગ પરત ફર્યા હતા. અર્બન હેલ્થ કમિશનના જણાવ્યા મુજબ, ચેપગ્રસ્ત અન્ય વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવી હતી.
ચીનમાં સંક્રમણ વધવા પાછળ એક વૃદ્ધ દંપતીનો હાથ છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણના મામલા વધવા પાછળ શાંઘાઈમાં રહેતા એક વૃદ્ધ દંપતીનો હાથ છે, જે ઝિયાન સહિત ઘણા શહેરોમાં ગયા હતા અને તેઓ કોવિડ-19થી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી અધિકારીઓએ દંપતીના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું કામ શરૂ કર્યું.
ત્રણ દિવસમાં, તેના નજીકના સંપર્કમાં આવેલા સેંકડો લોકોને શોધી કાવામાં આવ્યા હતા અને તેની સાથે મુસાફરી કરી ચૂકેલા પાંચ લોકો પણ પાછળથી સંક્રમણ લાગ્યા હતા.હોંગકોંગની સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ સમય દરમિયાન ઘણા શહેરોમાં મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જ્યાં પણ ચેપગ્રસ્ત લોકો ગયા હતા, તેઓને બંધ કરી દેવામાં આવ્યાં હતા.
રશિયામાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 નવેમ્બર સુધી રજા જાહેર કરાઈ
બીજી બાજુ, રશિયામાં શનિવારે 1,075 લોકો Corona વાયરસથી મૃત્યુ પામ્યા હતા, જે રોગચાળા દરમિયાન એક દિવસની સૌથી વધુ સંખ્યા છે. સરકારના Corona વાયરસ ટાસ્ક ફોર્સના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં ચેપના 37,678 નવા કેસ નોંધાયા છે. દૈનિક મૃત્યુ દર સપ્ટેમ્બરના અંતમાં નોંધાયેલા કરતાં લગભગ 33% વધારે છે અને છેલ્લા મહિનામાં ચેપના કેસોમાં લગભગ 70% નો વધારો થયો છે.
Bhaskar જૂથ – અખબારના નામે રૂપિયા ૩૫૦૦ કરોડની હેરાફેરી
તમને જણાવી દઈએ કે, રશિયામાં 146 મિલિયન લોકોમાંથી, માત્ર એક તૃતિયાંશ લોકોને Coronaની રસી આપવામાં આવી છે. રશિયામાં કોવિડ-19ની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી રજા જાહેર કરી છે. રશિયામાં શનિવારે 1,075 લોકોના મૃત્યુ સાથે, દેશમાં રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 2,229, 582 થઈ ગઈ છે, જે યુરોપમાં સૌથી વધુ છે.