અમેરિકી ડોક્યુમેન્ટમાં ખુલાસો
લીક ડોક્યુમેન્ટ અનુસાર 2015 માં ચીન ના મિલિટરી વૈજ્ઞાનિકો અને હેલ્થ ઓફિસરોએ એક ગુપ્ત બેઠક યોજી હતી તેમાં કોરોના વાયરસ અંગે ચર્ચા થઈ. બેઠકમાં કોરોના વાયરસનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરવાની સઘન ચર્ચા કરવામાં આવી હોવાનું પણ અમેરિકી દસ્તાવેજમાં જણાવાયું છે.
The mentioned breaking document to “predict World War III as biological war” is the PLA’s novel bioweapon textbook (by General Dezhong Xi, 2015) I’m translating into English with our Chinese volunteers! The brief introduction is in the 3rd Yan Report👇🏻 https://t.co/BxE22sQOuN pic.twitter.com/qkx7cLKclt
— Dr. Li-Meng YAN (@DrLiMengYAN1) May 7, 2021
ત્રીજું યુદ્ધ આ બાયોલોજીકલ વેપન વડે જ લડાશે- ચીને પ્લાન ઘડ્યો હતો.
ચીનના ટોચના મિલિટરી વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ પર તેમના વિચારો વ્યક્ત કર્યાં હતા અને આગાહી કરી હતી કે થર્ડ વર્લ્ડ વોર આ બાયોલોજિકલ વેપન વડે જ લડી શકાશે. એવું અમેરિકી ડોક્યુમેન્ટમાં જણાવાયું છે.
મને લાગે છે કે આ ઘણું મહત્વપૂર્ણ છે, કારણ કે તે સ્પસ્ટ દર્શાવે છે કે ચીનના વૈજ્ઞાનિકોએ કોરોનાના વિવિધ સ્ટ્રેનનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરવાનો વિચાર કર્યો હતો. આને કારણે જ ચીન કોરોનાની ઉત્પત્તિની બીજા દેશોની તપાસને નકારતો રહ્યો હતો. કારણ કે તેને ભય હતો કે તપાસમાં આ વાત ખુલી જશે તો તેનાથી મોટો અનર્થ સર્જાશે. એવું ઓસ્ટ્રેલીયા ના સ્ટ્રેટેજિક પોલીસી ઈન્સ્ટીટ્યુટના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર પીટર જેનિગ્સે જણાવ્યું છે.
એક રિપોર્ટમા આગાહી કરાઈ હતી કે હવે પછીનું વર્લ્ડ વોર વાયરસ વડે લડાશે અને કોરોના વાયરસને નવા યુગના શસ્ત્ર તરીકે ગણાવાયો હતો. કોરોના વાયરસના બંધારણમાં કૃત્રિમ ચેડા કરીને તેને માનવોમાં આરોપિત કરી શકાય છે અને આ રીતે આખું એક જૈવિક યુદ્ધ લડી શકાય છે અને જીતી શકાય છે તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.
થોડા દિવસ પેલા ની વાત છે ચીન ના બેકાબૂ બનેલા રોકેટ નો કાટમાળ હિંદ મહાસાગરમાં પડતા પૃથ્વી પરનો સૌથી મોટો ખતરો ટળી ગયો છે. બે દિવસ પહેલા ચીનનું 21 ટન વજનનું વિશાળકાય રોકેટ બેકાબૂ થઈ ગયું હતું અને તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું હતું.
ચીનના મેન્ડ સ્પેસ એન્જિનિયર કાર્યાલયે જણાવ્યું કે ચીનન લોંગ માર્ચ 5 બી રોકેટના અવશેષો બેઈજિંગના સમય પ્રમાણે પૃથ્વીના વાયુમંડળના પ્રવેશી ગયા છે અને તે 72.47 ડિગ્રી દેશાંતર અને 2.65 ડિગ્રી ઉત્તરી અક્ષાંસમાં સમુદ્રના એક ખુલ્લા વિસ્તારમાં તૂટી પડ્યાં છે.
ચીન નું રોકેટ બેકાબુ થયુંતું ત્યારે ચીની વૈજ્ઞાનિકોએ આશ્વાસન આપ્યું હતું
કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે પૃથ્વીની કક્ષામાં આવતા જ રોકેટનો મોટોભાગનો હિસ્સો બળી જશે જે હિસ્સો બચશે તે મેલ્ટિંગ પોઈન્ટવાળા મટિરિયરલથી બનેલો હશે અને તે પણ કોઈ વેરાન વિસ્તાર અથવા તો મહાસાગરમાં જ તૂટી પડશે. ગયા વર્ષે મે મહિનામાં ચીનનુ એક રોકેટ પશ્ચિમી આફ્રીકા અને અટલાન્ટિક મહાસાગરમાં પડ્યુ હતુ. પશ્ચિમ આફ્રીકાના એક ગામને તબાહ કરી દીધુ હતુ. જો કે સારી વાત એ છે કે તે ગામમાં કોઇ રહેતુ નથી.