રાજકોટ ના વેપારીઓ અધકચરા લોકડાઉન થી કંટાળ્યા રાજકોટ કલેક્ટર આવેદનપત્ર આપી ને રજૂઆત કરવા આવી કે સંપુર્ણ લોક ડાઉન કરવામાં આવે કા સંપૂર્ણ ખુલ્લું મુકવામાં આવે
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે રાજકોટમાં (Rajkot) અન્ય વ્યવસાય કરતા વેપારીઓમાં (Merchants) રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના વેપારીઓ સરકારના આ મિની લોકડાઉનનો (Mini Lockdown) વિરોધ કરી રહ્યા છે.
રાજકોટના વેપારીઓ (Rajkot Merchants) દ્વારા શહેર જિલ્લા કલેકટરને (Collector) રજૂઆત કરતા દુકાનો ખોલવાની મંજૂરી માંગી છે. વેપારીઓએ સરકારના મિની લોકડાઉનનો (Mini Lockdown) વિરોધ કર્યો છે. વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, કાં તો સંપૂર્ણ લોકડાઉન (Lockdown) કરો અથવા તો વેપારીઓને (Merchants) દુકાનો ખોલવાની મંજૂરી માંગી છે.
વેપારીઓ (Merchants) દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મિની લોકડાઉનને (Mini Lockdown) કારણે 60 ટકા બજાર ખુલ્લુ છે જ્યારે 40 ટકા જ બજાર બંધ (Market Closed) રહે છે. ત્યારે બંધ રહેતા વ્યવસાયને કારણે વેપારીઓને આર્થિક ફટકો (Economic Blow) પડી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે, મિની લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ રહેતા બેંકના હપ્તા, કર્મચારીઓના પગાર સહિતની મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેના કારણે આર્થિક ફટકો પડતો હોવાનો વેપારીઓએ દાવો પણ કર્યો છે.