અમેરિકાની સૌથી મોટી પાઈપલાઈન ઉપર થયેલા સાયબર એટેક પછી બાયડન સરકારે કટોકટી જાહેર કરી દીધી છે. સાયબર એટેક ને કારણે કોઈ દેશએ પહેલીવાર ઇમરજન્સી લાગુ કરી છે.
દરરોજ 25 લાખ બેરલ તેલની સપ્લાઈ
નિષ્ણાંતોનું કહેવું છે કે કોલોનિયલ પાઈપલાઈન કંપની પર સાયબર એટેક થયો છે,તે દરરોજનું કદાચ ૨૫ લાખ બેરલ તેલ સપ્લાય કરે છે. યુ.એસ.ના પૂર્વ કિનારે આવેલા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા પેટ્રોલ, ડીઝલ અને અન્ય ગેસનો 45 ટકા પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
તેલના ભાવમાં 2-3% નો વધારો થઈ શકે છે
યુ એસ મિડિયા એવો પણ દાવો કરે છે કે આ સાયબર અટેક ને કારણે સોમવારે તેલ ના ભાવ માં ૨-૩ ટકા નો વધારો થશે. જો તેને પુન્સ્થાપિત કરવામાં નહી આવે તો તેની અસર વધુ ખરાબ થશે આવું પણ કહેવામાં આવી રહ્યું છે.
હેકરોએ 100GB ડેટાની ચોરી કરી
યુ.એસ.ના કેટલાંક સુત્રએ પુષ્ટિ આપી છે કે રેન્સમવેર હુમલો ડાર્કસાઇડ(Darkside) નામની સાયબર-ગુનાહિત ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ આશરે 100 જીબી ડેટા ચોરી લીધો છે. આ ઉપરાંત, હેકરોએ કેટલાક કમ્પ્યુટર અને સર્વરો પર ડેટા લોક કરીને શુક્રવારે ખંડણીની માંગ કરી હતી. તેઓએ ધમકી આપી હતી કે જો પૈસા આપવામાં નહીં આવે તો તેઓ આ ડેટા ઇન્ટરનેટ પર લીક કરી દેશે.
ન્યુયોર્ક સુધી કરવામાં આવે છે ઓઇલની સપ્લાય
તેઓ સેવાઓ પુન:સ્થાપિત કરવા માટે પોલીસ, સાયબર સુરક્ષા નિષ્ણાતો અને ઉર્જા વિભાગ સાથે સંપર્કમાં છે. તે જ સમયે કંપનીનું કહેવું છે. તેની ચાર મુખ્ય લાઇનો અટકી ગઈ છે અને ટર્મિનલથી ડિલિવરી પોઇન્ટ સુધીની કેટલીક નાની લાઈનો કાર્યરત થઈ ગઈ છે. આ જ કારણે ન્યુ યોર્કમાં રિકવરી ટેન્કર દ્વારા તેલ અને ગેસની સપ્લાય કરવામાં આવી રહી છે. એમ રવિવારે રાત્રે તેમણે જણાવ્યું હતું.