Google એ સોમવારે કહ્યું હતું કે તે એક નવા ફીચર ને ટેસ્ટ કરી રહ્યું છે જેમાં લોકો ને medical ઓક્સિજન અને હોસ્પિટલ માં બેડ ઉપલબ્ધી Google Maps માં ડાયરેક્ટ શોધી શકશે. આ ફીચર Q & A ફોર્મેટમાં ઉપલબ્ધ થશે. “ગૂગલ લોકો પાસે થી તેના લોકેશન માં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે તેનો ડેટા એકત્ર કરશે”
આ સુવિધાની મદદથી લોકો આ વસ્તુઓ ની માહિતી મેળવી શકશે અને આ માહિતી બીજા ને આપી પણ શકશે.
Google maps navigation tool થી વપરાશકર્તા ઓ medical ઓક્સિજન અને હોસ્પિટલોમાં પલંગની ઉપલબ્ધતા વિશેની માહિતી શેર કરી શકશે.
Google એ પણ કહ્યું હતું કે અમે મેપ પરથી સવાલ જવાબ નો ઉપયોગ કરીને એક નવી સુવિધા નું ટ્રાયલ લઇ રહ્યા છીએ. આ સુવિધા લોકોને પસંદગીના સ્થળો પર બેડ, ઓક્શીજન, ઉપચારની માહિતી ઉપલબ્ધતા પૂછપરછ કરીને સ્થાનિક માહિતી પૂરી પાડવા માટે સક્ષમ બનાવવામાં આવશે. આમાં વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલી માહિત જ હશે. અધિકૃત માહિતી નહી હોય. સુચના નો ઉપયોગ કરતા પેહલા તેની ચોકસાઈ અને ચકાસણી કરવી અનિવાર્ય છે. ગૂગલ ના દિગ્ગજ એ કહ્યું હતું કે તેમની ટીમ ની પ્રાથમિકતા એ છે કે ત્રણ ક્ષત્રોમાં કામ કરી રહ્યા છેસુનિશ્ચિત કરવું કે લોકો ખૂબ અદ્યતન અને અધિકૃત માહિતી મેળવે , સલામતી અને રસીકરણથી સંબંધિત મહત્વપૂર્ણ સંદેશાઓને પ્રોત્સાહન આપે છે અને અસરગ્રસ્ત સમુદાયો, આરોગ્ય અધિકારીઓ અને અન્ય સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં મદદ કરી શકે.
ગૂગલ હાલ પરિસ્થિતિ ને ધ્યાન માં લઈ ને ધણી મદદ કરી છે
ભારતમાં વધતા કોરોના સંકટ વચ્ચે મદદ માટે ગૂગલે કરોડો ની મદદની જાહેરાત કરી