બિલ અને તેમની પત્ની એ સોમવારે વોશિંગટનના સિએટલ સ્થિત કિંગ કાઉંટી સુપિરિયર કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં બિલ ગેટ્સની પત્ની એ કોર્ટને કહ્યુ કે, તેમના લગ્ન ટૂટી ગયા છે અને 146 બિલિયન ડૉલરની સંપત્તિને અડધી-અડધી વહેંચી દેવામાં આવે. તો બિલ ગેટ્સની પત્ની
73 બિલિયન ડૉલરની સંપત્તિની માલિક બની જશે. તે દુનિયાની બીજી અમીર મહિલા બની શકે છે
અબજોપતિ બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સના છૂટાછેડાનું હવે એક નવું કારણ સામે આવ્યું છે. કહેવાય છે કે પતિ અને પત્નિ વચ્ચે વો વાળો એંગલ છે જેણે 27 વર્ષના સંબંધને તોડવાનું કામ કર્યું. સોશિયલ મીડિયા પર (Zhe Shelly Wang) ઝે શેલી વાંગ નામની ચીની મહિલા સાથે બિલ ગેટ્સના અફેરની ચર્ચા છે. જો કે વાંગે તેનો ઈન્કાર કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે બિલ ગેટ્સસાથે તેમનું કોઈ અફેર નથી.
ફાઉન્ડેશન માટે કરે છે કામ
સહયોગી વેબ સાઈટ DNA મા છપાયેલા અહેવાલ મુજબ બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સના સંબંધ તૂટવાનું કારણ વાંગ બિલ એ્ડ મેલિન્ડા ગેટ્સ છે. જેઓ ફાઉન્ડેશન માટે અનુવાદક તરીકે કામ કરે છે. જો કે તેણે આ બધું ખોટું ગણાવ્યું હતું.તેમને ચીનના વિગો પર સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે બિલ ગેટ્સ સાથે તેમને આવા કોઈ સંબંધ નથી.
અમેરિકા માં રહે છે વાંગ
વાંગે લખ્યું છે કે મે વિચાર્યું હતું કે અફેરની અફવાઓ જાતે જ ખતમ થઈ જશે કારણ કે અફવાઓનો કોઈ આધાર હોતો નથી. પરંતુ મને અંદાજો નહતો કે તે આટલી વધી જશે. વાંગે લખ્યું કે હું એ લોકોનો આભાર માનવા માંગુ છું કે જેમણે આ અફવાઓને ખતમ કરવામાં મારો સાથ આપ્યો. મૂળ ચીનની વાંગ 36 વર્ષની છે અને તે અમેરિકામાં રહે છે.
ફ્રેન્ડે અફેરને ગણાવ્યો બકવાસ
વાંગના મિત્ર લી ડોંગલઈએ પણ આ અફેરની ખબરોને બકવાસ ગણાવી છે. તેમણે કહ્યું કે વાંગ ગેટ્સ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ માટે કામ કરી ચૂકી છે. ડોંગલઈએ કહ્યું કે વાંગ બિલ ગેટ્સ માટે પણ કામ કરે છે આથી શક્ય છે કે કેટલાક લોકોએ તેના બિલ સાથે ફોટા જોયા હોય અને તેના આધારે સંબંધની વાર્તા ઘડાઈ હોય. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ બિલ અને તેમની પત્નીએ અલગ થવાની જાહેરાત કરી હતી.