ગૂગલ ફોટામાં 4 ટ્રિલિયનથી વધુ ફોટા સંગ્રહિત છે, અને દર અઠવાડિયે 28 અબજ નવા ફોટા અને વિડિઓઝ અપલોડ થાય છે
દુનિયાની સૌથી મોટી કંપનીઓ માની એક ગૂગલ (Google) હવે પોતાના યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાની તૈયારીઓ કરી રહી છે. અત્યાર સુધી ગૂગલ પોતાની ઘણી બધી સર્વિસ પોતાના યૂઝર્સને ફ્રીમાં આપતી હતી, જોક હવે ગૂગલે પોતાની પૉલીસી માં થોડો ફેરફાર કર્યો છે.
ગૂગલ ફોટો ક્લાઉડ સ્ટૉરેજ સર્વિસ અત્યાર સુધી એકદમ ફ્રીમાં આપતુ હતુ. પરંતુ નવી પૉલીસી પ્રમાણે 1 જૂન, 2021થી આને બંધ કરી કરી રહી છે, એટલે કે જો તમે તમારા ફોટા ગૂગલ ફોટોઝ અથવા ગૂગલ ડ્રાઇવ પર સ્ટોર કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
કંપનીએ ઘણા સમય પેહલા આ નિર્ણય ની ઘોષણા કરી દીધી હતી. કે ૧ જુન થી ગૂગલ આ સેવાઓ માટે ચાર્જ લેવાનું ચાલુ કરશે.
15 જીબી ફ્રી સ્ટોરેજ સેવા યથાવત રહશે. આ 15 જીબી ફ્રી સ્ટોરેજ માં કઈ કઈ વસ્તુ નો સમાવેશ થાય છે : ઇમેઇલ , ગૂગલ ફોટાઝ, વિડિઓઝ અને ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરેલી કોઈ પણ ફાઈલ.
1 જૂન, 2021, પછી તમે અપલોડ કરેલા કોઈપણ નવા ફોટા અને વિડિઓઝ ની ગણતરી દરેક Google એકાઉન્ટ ના 15 જીબી ફ્રી સ્ટોરેજ પર થશે.
એમાં સારી ખબર એ છે કે 1 જૂન, 2021 પહેલાં અપલોડ કરેલા કોઈપણ ફોટા અને વિડિઓઝ નું સ્ટોરેજ આમાં ગણતરી માં લેવામાં નહી આવે.
અહી ઉલ્લેખ છે જ કે અત્યારે ગૂગલ દ્વારા ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા ફોટા, વિડીયો, ડોક્યુમેન્ટ કઈ પણ ઓનલાઈન સ્ટોર કરી શકે છે. અને ઈન્ટરનેટ દ્વારા ક્યાય પણ એક્સેસ કરી શકે છે. છતાં પણ ગૂગલ તેના ગ્રાહકોને ૧૫ GB સુધી ની મંજુરી આપે છે. પરંતુ ગ્રાહકોને આના કરતા વધુ જગ્યા ની જરૂર છે તો તેઓએ તેના માટે અલગ થી ચાર્જ ચૂકવવો પડશે.
કેટલો વધારાનો ચાર્જ ચુકવવો પડશે?
જો ગૂગલનો કોઇ યૂઝર્સ 15જીબી કરતા વધારે સ્ટોરેજ વાપરવા માંગે છે, તો તેણે દર મહિને 1.99 ડોલર એટલે કે 146 રૂપિયા ચૂકવવા પડશે. કંપની દ્વારા તેનું નામ ગૂગલ વન રાખવામાં આવ્યું છે. તેનો વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ 1500 રૂપિયા છે. નવા ફોટા અને વીડિયો સંગ્રહવા માટે ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.