29 એપ્રિલે ચીની રૉકેટ Long March 5B ને ચીનના હાઈનાન ટાપુથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.
રૉકેટનો કાટમાળ પૃથ્વી પર પડવા બાબતે ચિંતાઓ હતી. ઘણા વર્ષો બાદ પૃથ્વીના વાયુમંડળમાં અનિયંત્રિત થઈને પડનારી સૌથી મોટી વસ્તુ છે.
ચીને કહ્યું હતું કે તેના રોકેટ લોંગ માર્ચ 5 બીના ભંગારથી કોઈ જ ખતરો નથી. તે પૃથ્વીના વાતાવરણમાં આવતાની સાથે જ સળગી ઉઠશે અને પૃથ્વી પર આવતા આવતા તો લગભગ બળીને રાખ થઈ જશે. ચીનનું લોંગ માર્ચ 5 બી રોકેટ, સો ફૂટ જેટલુ લાંબું હતુ અને તેનું વજન 22 મેટ્રિક ટન જેટલુ હતું. રોકેટ ચીનના નિયંત્રણ બહાર થઈ ગયુ હતું.
China નું આ સૌથી મોટુ રોકેટ Long March 5B નો કાટમાળ આજે પૃથ્વી પર તુટી પડ્યો. ચીન આ રોકેટની ગતીવિધી ઉપર સતત નજર રાખતુ હતું. આજે સવારે ચીને જાહેર કર્યુ છે કે તેમનુ સૌથી વિશાળ રૉકેટ લોંગ માર્ચ 5 બીનો હિસ્સો માલદીવ પાસે હિંદ મહાસાગરમાં પડ્યું છે. તુટી પડ્યો છે. આમ તો આ રોકેટ નો મોટાભાગનો હિસ્સો તો અવકાશથી ઘરતી તરફ ઘસી આવતા વાતાવરણમાં જ સળગીને ખાક થઈ ગયો હતો.
ચીનના સત્તાવાર મિડીયાના અહેવાલને ટાંકતા અહંવાલ મુજબ, બેઈજીંગના સમય અનુસાર આજે સવારે 10.24 કલાકે, (0224 GMT) Long March 5B રોકેટના કેટલાક ભાગ વાતાવરણમાં પ્રવેશ્યો હતા ભારત અને શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમમાં આવેલ હિંદ મહાસાગરના સમુદ્રમાં પડ્યો છે. જો કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોંગ માર્ચ 5 બી રોકેટના મોટાભાગનો કાટમાળ તો વાતાવરણમાં સળગી ગયો હતો.