વડોદરા માં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. તેના માટે જ વડોદરામાં મીની લોકડાઉન થી કોરોના ના દર્દી ઘટતાં તો નથી પરંતુ વધી રહ્યા છે. અને આ બાજુ જેમની દુકાનો બંધ છે તેવા હઝારો વેપારીઓ માં રોષ વધી રહ્યો છે.
ગઈ કાલ ની જ વાત કરીએ તો મંગલ પાંડે રોડ પર વેપારી એ દેખાવો કર્યા હતા અને ત્યારે આજે તો રાવપુરા રોડ પર રેડીમેડ કપડાના વેપારીઓએ પણ દેખાવો કરી ને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ વેપારીઓ એ કહ્યું હતું ક સરકારે જારી કરાયેલા લોકડાઉનથી હજારો વેપારીઓને અન્યાય થઇ રહ્યો છે અને આવા લોકડાઉનને અર્થવિહીન કહ્યું. એક બાજુ કારખાના ખુલ્લા છે અને પ્રોડક્શન થઈ રહ્યુ છે પણ તેને વેચવા માટે સરકારે દુકાનો બંધ રખાવી છે. આવા લોકડાઉન ન કહી સકાય તેવા લોકડાઉનના લીધે કોરોના નું સંક્રમણ પણ વધી રહ્યું છે.
એક વેપારી એ કહ્યું હતું કે વેપારીઓએ ઈચ્છા ન હોવા છતાં પણ આવા લોકડાઉનનું પાલન કર્યું છે પણ મે પછી લોકડાઉન વધશે તો અમે આખું વેપારી મંડળ એનું પાલન કરવાના નથી. સરકારને અને પોલીસને જે કરવું હોય તે કરી લે. અમે તો દંડ પણ ભરવાના નથી. અને અમારી પાસે દંડ ભરવાના પણ પૈસા નથી.
અન્ય એક વેપારીએ કહ્યું હતું કે સરકારે લોકડાઉન જ કરવું છે તો પૂરું કરવું જોઈએ અથવા તો કરવું જ નહી. સરકારે અમારા વેપારીઓ નું પણ વિચારવું જોઈએ. સરકાર ને ખબર હોવી જોઈએ કે બધા થી વધારે GST અમે જ આપીએ છીએ. તે બાબત નો પણ વિચાર કરવો જોઈએ.