દેશ માં ચાલી રહેલા સંકટ સામે ઘણા ઉદ્યોગપતી, સેલિબ્રેટી અને ક્રિકેટરો આગળ આવ્યા છે.
બધા ના લોક પ્રીય એવા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા પણ સંકટ સામે લાડવા માટે ધન એકઠું કરી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ ધન એકઠું કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. એસીટી ગ્રાન્ટ્સ ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ પ્રદાન કરવાના ક્ષેત્રમાં કાર્ય કરે છે. વિરાટ-અનુષ્કાએ સાત દિવસીય અભિયાન માટે બે કરોડ રૂપિયા દાન આપ્યા છે, જે અંતર્ગત 7 કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક છે. દરમિયાન, વિરાટ કોહલીએ માહિતી આપી છે કે 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કહ્યું , “છેલ્લા 24 કલાક માં 3.6 કરોડ નું દાન એકત્ર થયું છે” તો દાન કરનારા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું “જેણે અત્યાર સુધી દાન કર્યુ છે તેના પ્રત્યે આભારી. તમારા યોગદાન બદલ આભાર.
અનુષ્કા શર્મા
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ટ્વીટ કરી ને કહ્યું , 24 કલાકથી ઓછા સમયમાં 3.6 કરોડ! ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને વધુ જણાવ્યું કે ‘આપણો દેશ અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણા દેશને આપણા બધાને એક કરવાની અને વધુને વધુ લોકોના જીવ બચાવવાની જરૂર છે. છેલ્લા એક વર્ષથી લોકોની વેદના જોઈને મને અને અનુષ્કાને દુખ થયું છે. ”
તેણે અને તેની પત્નીએ વાયરસ સામેના યુદ્ધમાં વધુને વધુ લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
https://twitter.com/surajnaaj/status/1390894401157746688?s=20