કોરોના સામે લડવામાં ટેસ્ટિંગની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા છે. હાલના સમયમાં પરીક્ષણ કરવું અને પરિણામ તાત્કાલિક આપવું એ એક મોટો પડકાર છે પરંતુ બિહાર IIIT ના પ્રોફેસરે આનો ઉકેલ શોધ્યો છે.
બિહાર IIT ના પ્રોફેસરે એવો સોફ્ટવેર બનાવ્યો છે કે જે શંકાસ્પદ દર્દીના એક્સ-રે સ્કેનનો ઉપયોગ કરીને તાત્કાલિક COVID-19 પોઝિટિવ છે કે નેગેટિવ શોધી શકે.
પ્રોફેસર કમલ જૈન દાવો કરે છે કે આ સફ્ટવેર માત્ર પરીક્ષણ ખર્ચમાં ઘટાડો જ જ નહીં પરંતુ આરોગ્ય સંભાળ વ્યવસાયિકોના સંપર્કનું જોખમ પણ ઘટાડશે.
પ્રૉફેસર ને આ સોફટવેર બનાવવા માટે 40 દિવસનો સમય લાગ્યો છે અને પ્રોફેસરે તે માટે પેટન્ટ ફાઇલ કર્યું છે અને સમીક્ષા માટે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) નો સંપર્ક કર્યો છે.
હજી સુધી, તબીબી સંસ્થા દ્વારા તેમના દાવાની ચકાસણી કરવામાં આવી નથી.
આ શોધને માન્યતા આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આઇસીએમઆરએ આ માટે એક સલાહકાર સમિતિની રચના કરી છે. પટના એઇમ્સમાં આ સોફ્ટવેરની પરીક્ષણ શરૂ થઈ ગયું છે. એઇમ્સમાં આગામી 2-3 દિવસ સુધી કોવિડ ડિટેક્શન સોફ્ટવેર દ્વારા કોવિડ દર્દીઓના એક્સ-રે અને સિટી સ્કેન તસવીરોની તપાસ કરવામાં આવશે. આ પછી, સલાહકાર સમિતિ દર્દીના નેગેટિવ અથવા પોઝિટિવ હોવાના અહેવાલનો અભ્યાસ કરશે. આ રિપોર્ટ બાદ આઇસીએમઆરને મોકલવામાં આવશે. આશા છે કે, આઇસીએમઆર આવતા અઠવાડિયા સુધીમાં સોફ્ટવેરની માન્યતા અંગે નિર્ણય લઈ શકે છે.
જાણો સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે
આ સોફ્ટવેર દ્વારા કોરોના છે કે નહીં, તે તાત્કાલિક જાણી શકાશે.
આ સોફ્ટવેર દ્વારા, દર્દીની છાતીના Xray અને સિટી સ્કેનનો રિપોર્ટ જોઈને માત્ર બે મિનિટમાં કોવિડ પોઝિટિવ અથવા નેગેટિવનો રિપોર્ટ આપી દેશે. આની સાથે જ માત્ર કોરોના જ નહીં, પરંતુ ટીબી, વાયરલ અને બેક્ટેરિયલ ન્યુમોનિયા સહિતના સામાન્ય દર્દીઓ પણ સેકંડમાં એક્સ-રે પ્લેટમાં શોધી કાઢશે.