અમેરિકી સંરક્ષણ મંત્રાલયના વડામથક Pentagon ને લોકડાઉન કરાયું
Pentagon ની બહાર મોટો ગોળીબાર થતા આ નિર્ણય લેવાયો
ગોળીબાર કર્યા બાદ હુમલાખોર રસ્તા પર ફરતો રહ્યો
કોઈને બહાર જવાની મંજૂરી નથી. અહેવાલો અનુસાર, નજીકના ટ્રાન્ઝિટ હબમાં ગોળીબારના અવાજ સંભળાયા હતા. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે હુમલાખોર હજુ પણ સક્રિય છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો છે અને લોકોને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ન્યૂઝ એજન્સી એસોસિયેટેડ પ્રેસના એક રિપોર્ટરે પેંટાગનની ઇમારત પાસે ઘણા રાઉન્ડ ફાયરિંગનો અવાજ સાંભળ્યો છે. તેના થોડાક સમય પછી અન્ય એક શોટ ફાયરનો અવાજ સાંભળ્યો હતો.
આ પણ વાંચો – અચાનક ફાટી ગયો બેગમાં રાખેલો OnePlusનો નવો સ્માર્ટફોન, તસવીર જોઈને ઉડી જશે હોશ
એપીના અન્ય એક રિપોર્ટરે પોલીસ દ્વારા શૂટર ચિલ્લાવવાનો અવાજ સાંભળ્યો હતો. જોકે પેંટાગન તરફથી બતાવવામાં આવ્યું છે કે પોલીસની ગતિવિધિના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
પેંટાગનમાં ફાયરિંગની ઘટના પછી એજન્સીના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને બતાવવામાં આવ્યું હતું કે પેંટાગનમાં હાલ પેંટાગન ટ્રાંજિટ સેન્ટરમાં થયેલી એક ઘટના પછી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અમે લોકોને આ વિસ્તારથી બચવાની અપીલ કરીએ છીએ. જલ્દી જાણકારી શેર કરવામાં આવશે.
થોડાક સમય પછી એજન્સીએ જણાવ્યું કે પેંટાગનથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે અને વિસ્તારને ખોલી દેવામાં આવ્યો છે. કોરિડોર 2 અને મેટ્રો પ્રવેશ હાલ બંધ રહેશે. કોરિડોર 3ને પગપાળા યાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે.
આ ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર બની છે.
આ Pentagonનું મોટું પ્રવેશદ્વાર છે, જ્યાંથી હજારો લોકો આવે છે. Pentagon ફોર્સ પ્રોટેક્શન એજન્સીના પ્રવક્તા ક્રિસ લેહમેને કહ્યું કે આ વિસ્તાર સુરક્ષિત નથી અને લોકોએ દૂર રહેવું જોઈએ. જો કે, તેણે ગોળીબારની પુષ્ટિ કરી નથી અને કોઈ ઇજાની પુષ્ટિ કરી નથી.
અમેરિકી સંરક્ષણ મંત્રાલયના વડામથક Pentagonને લોકડાઉન કરાયું
Pentagon ની બહાર મોટો ગોળીબાર થતા આ નિર્ણય લેવાયો
ગોળીબાર કર્યા બાદ હુમલાખોર રસ્તા પર ફરતો રહ્યો.