સુરતના હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજી ધોળકિયા (Savji Dholakia)નું નામ કોઈનાથી અજાણ નથી. તાજેતરમાં જ તેમને માયાનગરી મુંબઈમાં 185 કરોડની આલીશાન પ્રોપર્ટી ખરીદી. જ્યારે આજે તેમને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સવજી ધોળકિયા એ તેમના સોશિયલ મીડિયાના ઓફિશિયલ એકાઉન્ટમાંથી જાહેરાત કરી છે કે ઓલમ્પિકમાં રમી રહેલી મહિલા હોકી ટીમ ફાઇનલમાં વિજેતા નીવડે છે તો તેઓ તેમને 11 લાખ રૂપિયાનું ઘર અથવા કાર ગીફ્ટરુપે આપશે. એટલું જ નહીં જો કોઈ ખેલાડીને આર્થિક રીતે મદદની જરૂર હશે તો તેમની કંપની તરફથી તે ખેલાડીને મદદ કરવાની તૈયારી પણ બતાવી છે.
मुझे यह घोषणा करते हुए बहुत खुशी हो रही है कि यदि वे फ़ाइनल मुक़ाबला जीतती हैं तो हरि कृष्णा ग्रुप उन महिला हॉकी खिलाड़ियों को 11 लाख रुपए का घर या एक नई कार प्रदान करेगा, जिन्हें वित्तीय सहायता की सख्त जरूरत है। हमारी लड़कियां #TokyoOlympics में हर कदम के साथ इतिहास रच रही हैं। pic.twitter.com/8hegBzoYuf
— Savji Dholakia (@SavjiDholakia) August 3, 2021
નોંધનીય છે કે હાલમાં ટોકિયોમાં ચાલી રહેલી ઓલમ્પિક ગેમ્સમાં ભારતીય રમતવીરો અદભુત પરફોર્મન્સ બતાવીને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
તે જ રીતે મહિલા હોકી ટીમ કે જે હાલ સેમીફાઈનલમાં પહોંચી છે, તેને લઈને પણ ભારતીયોનો ઉત્સાહ આસમાને છે.
ભારતીય હોકી ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓલમ્પિકના સેમીફાઈનલમાં પહોંચી છે, ત્યારે 130 કરોડ ભારતવાસીઓને આપણી ટીમ પ્રત્યે ઘણી અપેક્ષા છે. સવજી ધોળકિયાએ આ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમનો આ નાનો પ્રયાસ છે, જેથી તેઓ દેશને હજી વધારે ગૌરવ અપાવી શકે. હવે આ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા આગળ આવ્યા છે અને તેમને આ જાહેરાત કરી છે.
આ પહેલા સવજી ધોળકિયા તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને ગિફ્ટ સ્વરૂપે કાર, બાઈક અને ઘરની ભેટ આપી ચુક્યા છે. દિવાળીમાં ઘર અને ગાડીનું બોનસ આપીને સવજી ધોળકિયા (Savji Dholakia) લાઈમ લાઈટમાં આવ્યા હતા અને હવે ફરી વખત તેમને મહિલા હોકી ટીમને પ્રોત્સાહન આપવા અને તેમનો ઉત્સાહ વધારવા આ જાહેરાત કરી છે.