WhatsApp યુઝર્સ માટે સારાં સમાચાર
WhatsAppએ લોન્ચ કર્યું નવું ધાંસૂ ફીચર
આ ફીચરમાં ફોટો કે વીડિયો રિસીવર એક જ વાર જોઈ શકે છે
યુઝર્સ WhatsAppના નવા વર્ઝનમાં આ ફીચર યુઝ કરી શકે છે. WhatsAppના નવ વર્ઝનને એપલના એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. નવા અપડેટ પછી WhatsApp ઈન-એપ મેસેજ નોટિફિકેશનમાં ફેરફાર થશે. WhatsApp વ્યૂ વંસ ફીચરને થોડાં સમયથી ટેસ્ટ કરી રહ્યું હતું.
આ ફીચરથી ફોટો અને વીડિયો જોઈ લીધા બાદ ગાયબ થઈ જાય છે, જોકે, આ ફીચરમાં એક ખામી પણ છે. આમાં ફોટાનો સ્ક્રીનશોટ લઈને કન્ટેન્ટ સેવ કરીને રાખી શકાય છે. ભારતમાં WhatsAppનું આ નવું ફીચર એપના લેટેસ્ટ વર્ઝનમાં જારી કર્યું છે.
આ ફીચરને ઈનેબલ કરવું ખૂબ જ સરળ છે. આના માટે તમારે કોઈ કોન્ટેક્ટને ગાયબ થનારા ફોટો અને વીડિયો મોકલતા પહેલાં કેપ્શન બારમાં રહેલાં 1 આઈકન પર ક્લિક કરવું પડશે.
આ ફીચરથી મોકલવામાં આવતા ફોટો અથવા વીડિયો જ્યારે રિસીવર એકવાર જોઈ લે તો પછી તે ચેટમાં દેખાશે નહીં. મીડિયા કન્ટેન્ટ યુઝરના ફોટો અથવા ગેલરીમાં પણ સેવ નહીં થાય અને એપ દ્વારા તેને ફોરવર્ડ પણ કરી શકાશે નહીં. વ્યૂ વંસ ફીચરથી મોકલેલા મીડિયાને જો યુઝર 14 દિવસ સુધી ઓપન નહીં કરે તો તે એક્સપાયર થઈ જશે.
આને સ્ક્રીનશોટ લઈને સેવ કરી શકાય છે. WhatsApp આ ફીચરને સપ્ટેમ્બર 2020થી ટેસ્ટ કરી રહ્યું છે. આ વર્ષે બીટા ટેસ્ટિંગને પણ એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. કેટલાક યુઝર્સ માટે આ ફીચર ગયા મહિને જ આવી ગયું હતું.
WhatsApp યુઝર્સ માટે સારાં સમાચાર
WhatsAppએ લોન્ચ કર્યું નવું ધાંસૂ ફીચર