1 લી મે થી ગુજરાત માં આગામી 18 થી 45 વર્ષની વયના લોકોને વિના મૂલ્ય કોરોના વેક્સિન મળશે. 1.50 કરોડ વેક્સિન ડોઝની વ્યવસ્થા ગુજરાત સરકારે રસીકરણ અભિયાન માટે નક્કી કરી છે.
૧ કરોડ ડોઝ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિન તથા ૫૦ લાખ ડોઝ હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સીન વેક્સિનનો નો ઓર્ડર અપાયો છે. આજે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં સરકારી અને ખાનગી 6000 રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.
1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ અત્યાર સુધીમાં રાજ્યમાં આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ હવે જિલ્લા અને તાલુકા કક્ષા સુધી વ્યાપક બનાવા ની વ્યવસ્થા કરી છે.
રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે કોરોનાથી બચવાનો બેસ્ટ ઉપાય રસીકરણ છે.
1 મે થી 18 થી 45 વર્ષની ઉમર ના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.