કેટલું કમાય છે દેશના મુખ્યમંત્રીઓ?
અમૂકની Salary તો પ્રધાનમંત્રી કરતાં પણ વધારે
સૌથી વધારે તેલંગાણા તો સૌથી ઓછો પગાર ત્રિપુરાના સીએમનો
ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે જેમા જુદી જુદી સરકારો કામ કરે છે. આ રાજ્યોમાં ચૂંટણી પણ અલગ અલગ સમયે થાય છે જેથી દેશ એક સંઘીય ઢાંચામાં કામ કરે છે.
જેટલા રાજ્ય એટલા મુખ્યમંત્રીઓ પણ દેશમાં કામ કરી રહ્યા છે ત્યારે આજે દેશના ઘણા બધા યુવાનોના મનમાં સવાલ થતાં હશે કે રાજકારણીઓનો પગાર કેટલો હોય છે. અને એમાં પણ જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર શું એક સરખો હોય છે? એવામાં તમામ લોકોએ જાણવું જ જોઈએ કે તમારા રાજ્યના મુખ્યમંત્રીની Salary કેટલી છે.
વિધાનસભા નક્કી કરે છે પગાર
ભારતીય બંધારણ અનુસાર રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રીની નિયુક્તિ કરી આપે છે. હાલમાં દેશમાં કુલ 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને જે તે રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર ત્યાંની વિધાનસભા નક્કી કરે છે. સામાન્યપણે દર દસ વર્ષે મુખ્યમંત્રીનો પગાર વધારવામાં આવે છે.
ઘણા મુખ્યમંત્રીનો પગાર તો વડાપ્રધાન કરતાં પણ વધારે
તમને પણ એવું લાગતું હશે કે દેશના રાષ્ટ્રપતિનો પગાર સૌથી વધારે હશે અને તે પછી પીએમનો પગાર પણ વધારે હશે. જોકે જાણીને આશ્ચર્ય થશે કે દેશના ઘણા રાજ્યો એવા છે જેમની Salary PM કરતાં પણ વધારે છે.
TCS, Infosis, IT કંપનીઓમાં ભરતી પીક પર, આ Job માં કેટલા ટકા મળે છે પગાર વધારો
યુપી કરતાં દિલ્હીવાળા CM મોંઘા, ગુજરાત પણ નથી પાછળ
તેલંગાણાનાં મુખ્યમંત્રીની Salary દેશમાં સૌથી વધારે છે અને તે પછી દિલ્હીનો નંબર આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ત્રીજા નંબર છે જ્યારે ગુજરાત પણ આ મામલે બહુ પાછળ નથી.
ત્રિપુરાના મુખ્યમંત્રીનો Salary તમામ મુખ્યમંત્રીની તુલનામાં સૌથી ઓછી છે.
જુઓ કયા રાજ્યના સીએમની કેટલી છે Salary
રાજ્ય Salary
તેલંગણા 4,10,000
દિલ્હી 3,90,000
ઉત્તરપ્રદેશ 3,65,000
મહારાષ્ટ્ર 3,40,000
આંધ્રપ્રદેશ 3,35,000
ગુજરાત 3,21,000
હિમાચલ પ્રદેશ 3,10,000
હરિયાણા 2,88,000
ઝારખંડ 2,55,000
મધ્યપ્રદેશ 2,30,000
છતીસગઢ 2,30,000
પંજાબ 2,30,000
ગોવા 2,20,000
બિહાર 2,15,000
પશ્ચિમ બંગાળ 2,10,000
તમિલનાડુ 2,05,000
કર્ણાટક 2,00,000
સિક્કિમ 1,90,000
કેરળ 1,85,000
રાજસ્થાન 1,75,000
ઉત્તરાખંડ 1,75,000
ઓરિસ્સા 1,60,000
મેઘાલય 1,50,000
અરુણાચલ પ્રદેશ 1,33,000
આસામ 1,25,000
મણીપુર 1,20,000
નાગાલેંડ 1,10,000
ત્રિપુરા 1,05,500