આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ટી 20 વિશ્વ કપ ટૂર્નામેન્ટના શિડ્યૂલની જાહેરાત કરી દીધી છે. આઈસીસી પુરૂષ ટી 20 (ICC T-20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરની વચ્ચે ઓમાન અને યુએઈમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે. ત્યાર બાદ બીજી મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 31 ઓક્ટોબર અને ત્રીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 નવેમ્બરના રોજ રમશે. આ ઉપરાંત ટી 20 વર્લ્ડ કપમાં ક્વાલિફાયર ટીમ સાથે 5 નવેમ્બર અને 8 નવેમ્બરના રોજ રમશે.
ભારત 5 નવેમ્બરે એક મેચ રમશે. આ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો જન્મદિવસ પણ છે. એટલે કે વિરાટ કોહલીના જન્મદિવસે પણ મેચ રમશે. આઈસીસીએ પુષ્ટિ કરી છે કે, સેમીફાઈનલ અને ટી 20 વિશ્વ કપની ફાઈનલ માટે અનામત દિવસ હશે. પ્રથમ સેમિફાઈનલની મેજબાની અબૂ ધાબી, બીજી સેમિફાઈનલની મેજબાની દુબઈ કરશે. આ ઉપરાંત ફાઈનલની ટક્કર દુબઈમાં રમાશે.
તમે જૂના વાહનો માંથી મોટી કમાણી કરી શકશો, Scrap પોલીસીની મદદથી નવા વાહનોની કિમતમાં ઘટાડો આવશે..
ICC T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાનું શિડ્યૂલ
ભારત વિ.પાકિસ્તાન- 24 ઓક્ટોબર
ભારત વિ. ન્યૂઝિલેન્ડ- 31 ઓક્ટોબર
ભારત વિ.ક્વાલિફાયર બી1- 5 નવેમ્બર
ભારત વિ.ક્વાલિફાયર એ2- 8 નવેમ્બર
ICC T-20 વર્લ્ડ કપ નોકઆઉટ શિડ્યૂલ
10 નવેમ્બર- સેમીફાઈનલ- 1
11 નવેમ્બર-સેમીફાઈનલ- 2
14 નવેમ્બર- ફાઈનલ
ભારતીય ટીમની તમામ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકથી શરૂ થશે. ભારત શારજાહમાં એક પણ મેચ રમશે નહીં. ભારત ચાર મેચ દુબઈમાં અને એક મેચ અફઘાનિસ્તાન સાથે અબુ ધાબીમાં રમશે. 15 નવેમ્બર સોમવારે ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ માટે રિઝર્વ ડે રહેશે.
જણાવી દઈએ કે, ટૂર્નામેન્ટ પહેલા પ્રવાસમાં ક્વાલિફાઈંગ ઈવેન્ટ હશે, જ્યાં આઠ ટીમો પહેલાથી ક્વાલિફાઈ કરવા માટે રમશે. જ્યારે ચાર ટીમો ક્વાલિફાયર માટે જોઈન કરશે. જગ્યા બનાવવા માટે આઠ ટીમો છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની.