Oh My God !!! 15 ખરબ રૂપિયા.આ રકમ એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિની આવનારી ઘણી પેઢીઓ શાંતિથી બેસીને આરામથી પોતાનું જીવન પસાર કરી શકે તેમ છે પરંતુ એક વ્યક્તિએ આટલી મોટી રકમને માત્ર બે જ દિવસોમાં ગુમાવી દીધી છે. સાઉથ કોરિયાના એક ટ્રેડ એક્સપર્ટને થયેલા આ નુકસાનથી આખું માર્કેટ હેરાન રહી ગયું છે. 57 વર્ષના ટ્રેડ એક્સપર્ટ Sung Kuk Hyang એ માત્ર 2 દિવસોમાં આટલી મોટી રકમ કે જેની પાછળ કેટલા મીંડા આવે તે પણ એક સવાલ છે તે રકમ ગુમાવી દીધી છે.
Sung Kuk Hyang એ આ રકમ માર્ચ મહિનાના અંતમાં ગુમાવ્યા હતા. જો તે આ પૈસાને માર્ચ મહિનાના શરૂઆતના સમયમાં કઢાવી લેતે તો આજે તે દુનિયાના ટોપ અમીરોના લિસ્ટમાં પોતાનું નામ લખાવી ચૂક્યો હોતે. વર્ષ 1982માં Sung kuk Hyang સાઉથ કોરિયાથી અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો અને તેણે પોતાનું નામ બિલ રાખી લીધું હતું. Hyang લોસ એન્જેલસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી ભણતર પૂરું કર્યું હતું. તેના પછી તેણે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી એમબીએ પૂરું કર્યું હતું.
ઘરના ધાબાની મદદથી કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે ?
તેણે બે સિક્યોરિટી કંપનીના સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. તે પછી વર્ષ 1996માં તેને એક મોટો બ્રેક મળ્યો, જ્યારે તે ટાઈગર મેનેજમેન્ટ કંપનીમાં એનાલિસ્ટ તરીકે કામ કરવા લાગ્યો હતો. વર્ષ 1980માં ટાઈગર મેનેજમેન્ટ કંપનીની સ્થાપના થઈ હતી. આ એક હેજ ફંડ કંપની હતી અને આ કંપનીમાં Hyang ઘણી ઝડપથી આગળ વધવા લાગ્યો હતો. Hyang એ વર્ષ 2000ના શરૂઆતના સમયમાં પોતાની કંપની ટાઈગર એશિયા મેનેજમેન્ટ ઊભી કરી લીધી હતી.આ કંપનીએ એશિયન સ્ટોક્સ પર પોતાનું ફોકસ બનાવીને રાખ્યું હતું. Hyangનું હેજ ફંડનું કામ જબરજસ્ત ચાલી રહ્યું હતું પરંતુ 13 વર્ષ પછી તેને પોતાના આ બિઝનેસમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગી હતી. અસલમાં યુએસ સિક્યોરિટી રેગ્યુલેટર્સએ Hyang પર ઈનસાઈડર ટ્રેડિંગનો પણ આરોપ લગાવ્યો હતો. જેનાથી તેનો હેઝ ફંડ બિઝનેસ હચમચી ગયો હતો અને તેણે વર્ષ 2013માં કંપની આર્કેગોઝને લોન્ચ કરી દીધી હતી.