Gujarat નાં કૃષિ અને પશુપાલન મંત્રી Raghavji Patel આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં ખેડૂતોને રૂપિયા 15 હજારનાં મોબાઈલની ખરીદી માટે 40% ની સહાય આપવાનું જાહેર કર્યું છે. આ પહેલા સરકાર દ્વારા 10% સહાય જાહેર કરવામાં આવી હતી. જેમાં વધારો કરીને 40% કર્યાનું જણાવ્યું હતું. સાથે જ આ માટે ડોક્યુમેન્ટ પણ સરળ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત રખડતા ઢોર મામલે ટૂંક સમયમાં નિર્ણય કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી.
આ તકે મીડિયા સાથેની વાતચીતમાં Raghavji Patel એ જણાવ્યું હતું કે, ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનામાં સુધારો કરવામાં આવશે. અગાઉ ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદીમાં 10 % સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં હવે વધારો કરી ખેડૂતો ને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40 % સહાય આપવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતો ને સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના અપાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે રખડતા ઢોર અંગે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં ઉભા પાકને નુકસાન પણ કરે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આ માટેની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. અને આ મામલે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ટકોર કરી ચુક્યા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે સરકારે ગંભીરતા પૂર્વક વિચારણા શરૂ કરી છે. અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરી ઢોર માટે નો નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, ઉતરાયણ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં વહીવટી તંત્ર અને કરુણા ફાઉન્ડેશન દ્વારા બર્ડ રેસ્ક્યુ ટેન્ટ ઉભું કરવામાં આવે છે. જ્યાં રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી, ઉન્ડેશન દ્વારા પતંગના દોરથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવતી હોય છે. તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા ફાઉન્ડેશન બર્ડ રેસ્ક્યુ માટે કાર્યરત રહશે. રાઘવજી પટેલે આ પક્ષીઓ માટે કરવામાં આવતી કામગીરી થી તંત્ર ને બિરદાવ્યુ હતું.
આં પણ વાંચો : PM Kisan Yojana માં 6000 રૂપિયા લેવા હોય તો આ કામ કરજો, સરકારે કર્યો છે મોટો ફેરફાર