2022ના પહેલા ક્વાર્ટરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ રસી લોન્ચ થશે : Serum Institute of India ના CEO આદર પૂનાવાલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા
Serum ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO આદર પૂનાવાલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને મળ્યા હતા આદર પૂનાવાલાએ કહ્યું કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતમાં Serum ની covovax લોન્ચ કરવામાં આવશે.
આ રસી ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે આવશે. તેમણે આગળ કહ્યું કે આવતા વર્ષે એટલે કે 2022ના પહેલા ક્વાર્ટરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ રસી લોન્ચ કરવામાં આવશે. Serum માં કોઈ આર્થિક તંગી નથી. ભારત સરકાર સંપૂર્ણ સહકાર આપી રહી છે. જ્યારે રસી વિતરણ વિશે પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે અમે દર મહિને 13 કરોડ રસી આપી રહ્યા છીએ.
Serum Institute of India (SII)એ તાજેતરમાં બેથી 17 વર્ષની વયના બાળકો પર covovax રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણોને મંજૂરી આપવા અમુક શરતોને આધીન ભલામણ કરવામાં આવી હતી. માહિતી અનુસાર 10 સ્થળોએ 920 બાળકોને ટેસ્ટમાં સામેલ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં 12-17 અને 2-11 વયજૂથની દરેક શ્રેણીમાં 460 બાળકોને સામેલ કરવામાં આવશે.