ભારતે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ફ્રાન્સ ભારત ની સાથે છે.
ફ્રાંસની સરકારી નિયંત્રણો હેઠળની EDF કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે
“અમારી તરફથી એન્જિનિયરિંગ સ્ટડીઝની સાથે સાથે ત્રીજી પેઢીના છ રિએકટર બનાવવા માટેના સાધનોનો ખરીદવાની ઓફર આપવામાં આવી છે.” ફ્રાંસની સરકારી નિયંત્રણો હેઠળની કંપની EDF દ્વારા કહેવામાં આવ્યું છે. આ રિએકટર્સ મહારાષ્ટ્રના જૈતપુર ખાતે સ્થપાશે. જેનું કામ પુરુ થયા બાદ 7 કરોડ ઘરોને 10 ગિગાવોટ વિજળી સપ્લાય આપી શકાશે. જોકે તેનું નિર્માણ થવામાં બીજા 15 વર્ષ નિકળી જશે. સાઈટ પર નિર્માણ કાર્ય પેહલા પાવર જનરેશન શરુ થઇ જશે .
EDF તરફથી ન્યુક્લિયર રિએકટર પૂરા પાડવામાં આવશે કંપની પાવર પ્લાન્ટનુ નિર્માણ નથી કરવાની. આ ડીલમાં અમેરિકાની કંપની GE પણ સામેલ છે. ભારતની પબ્લિક સેક્ટરની કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ઈડીએફ દ્વારા ઓફર મોકલવામાં આવી છે. જો કે આ રિએકટર પાછળ ખર્ચ ની વિગતો સામે આવી નથી પરંતુ અંદાજિત ખર્ચ 2 ખરબ રૂપિયા થશે તેવું ગણાય રહ્યું છે.
આ રિએકટરના કારણે 25,000 જેટલા લોકોને રોજગારી મળશે તેવો અંદાજ છે.
પ્લાન્ટનો આઇડિયા 20 વર્ષ જૂનો હતો. જૈતપુરના પ્લાન્ટ સામે સ્થાનિક લોકોએ ભૂતકાળમાં ભારે વિરોધ કર્યો હતો. 2011માં સુનામીના કારણે જાપાનાના ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં તબાહી સર્જાઈ એ પછી જૈતપુર પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો હતો. આ રિએકટરના કારણે 25,000 જેટલા લોકોને રોજગારી મળશે તેવો અંદાજ છે. જૈતપુરની ભૌગોલિક સ્થિતિ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે આદર્શ છે. હાલમાં દેશમાં 22 ન્યુક્લિયર રિએક્ટર્સ કામ કરી રહ્યાં છે. જેનો દેશના કુલ વીજળી ઉત્પાદનમાં ત્રણ ટકા જેટલો હિસ્સો છે. એવું ફ્રાન્સ ની કંપની EDF નું માનવું છે.