ભારત ની હાલ ની પરિસ્થિતી થી આખી દુનિયા ડરી રહી છે. અમેરિકા ને પણ ભારત ની આ પરિસ્થિતી થી ડર લાગી રહ્યો છે, અમેરિકા ની સરકારે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે.
અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના તરફ થી જાહેરાત કરવામા છે કે 4 મે થી જે મુસાફરો ભારતથી આવી રહ્યા છે તેમને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. આદેશમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિએ છેલ્લા 14 દિવસમાં ભારતની યાત્રા કરી હોય તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે.
જો બાઇડને કહ્યું કે આ નિર્ણય પ્રજા ને હેરાન કરવા માટે નહિ પરંતુ અમેરિકાના લોકોની ભલાઈને ધ્યાન માં રાખી ને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કે જે પણ માણસ દેશનો નાગરિક નથી, પરંતુ છેલ્લા 14 દિવસમાં ભારતની યાત્રા કરીને આવ્યો છે, તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. અને જે કોઈ પાસે અમેરિકન ગ્રીન કાર્ડ હશે, તેમની પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને છૂટ આપવામાં આવશે.
આજ રીતે ઇઝરાયલે દ્વારા પણ એક સંયુક્ત પ્રેસ રીલીઝ જાહેર કરવામાં આવી છે, જેમા તેને એક મોટો નિર્ણય લીધો છે કે, 3 મેથી લઇ ને 16મે સુધી
ઇઝરાયલ ના નાગરિકો ને ભારત અને બીજા અન્ય દેશો જેવા કે યૂક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, સાઉથ આફ્રિકા, ઇન્ડિયા, મેક્સિકો અને તુર્કી જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ નિર્ણય થી અમેરિકા અને ઇઝરાયલ પોતાના દેશ ને અને દેશ ના લોકો ને સુરક્ષિત કરવા માંગે છે.